• યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હોવાની ફરિયાદ
  • કીર્તિ ભુવાજી નામના તાંત્રિકની ધરપકડ
  • એકથી વધુ વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ

રાજ્યમાં અંધશ્રદ્ધાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક તાંત્રિકે ખોટી રીતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. આ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે જેમાં યુવતી સાથે આધારે તાંત્રિક કીર્તિ ભુવાનીએ કૃત્ય આચર્યુ હતું.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના કતારગામમાં કીર્તિ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. કીર્તીએ યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ફરિયાદના આધારે હાલ કીર્તિ માંડવીયાની કતાર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ ઉપરાંત કીર્તિ માંડવીયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જેમની ધૂણતા હોય તેવી તેમજ સિગારેટ સાથે અનેક રિલ્સ અને ફોટો પણ ઈન્સ્ટાગ્રામમાં જોવા મળી રહ્યા છે. તેમણે 'આદેશ' નામથી એક ટેટૂ પણ બનાવેલો છે. તેમજ તેની મોટા ભાગની રિલ્સમાં આદેશ શબ્દનો ઉલ્લેખ કરાયેલો છે. એકથી વધુ વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ કરી છે.

નોંધનીય છેકે અગાઉ સૂરજ ભૂવા જેવા જ ફરી એક તાંત્રિક વીધિ સાથે સંકળાયેલા ભૂવાનો કાંડ બહાર આવતા લોકોમાં ચર્ચાનો એક મુદ્દો બની ગયો છે. 


  • Follow us on: