- દર્દી અને તેમના સગાઓના સામાન કરતી ચોરતી
- હોસ્પિટલમાં ભીડ થાય ત્યાં ચોરીને આપતી અંજામ
- શંકા ના જાય માટે બાળકીને પણ સાથે રાખતી હતી
હાલમાં ચોરી માટે વિચિત્ર કિસ્સાઓ સામે આવતાં હોય છે. જેમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને સાથે રાખીને ચોરીને અંજામ આપતી બે મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. એટલું જ નહીં આ મહિલાઓ છ મહિના પહેલા પણ ચોરી કરતી પકડાઈ હતી. ત્યારબાદ આજે ફરી ચોરી કરવા આવતા સિક્યોરિટી દ્વારા બંને મહિલાઓને પોલીસને સોંપી દેવામાં આવી છે.
આ અંગેની માહિતી આપતાં સુરત સિવિલના સિક્યોરિટી અધિકારીએ જણાવ્યું કે, આ મહિલાઓ દ્વારા છ મહિના પહેલા ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરીને સોંપી દેવાઈ હતી. થોડા સમયથી આ બંને મહિલાઓ એક બાળકી સાથે ફરી સિવિલ હોસ્પિટલમાં આવીને ચોરી કરતી હોવાની જાણ થઈ હતી. જેથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. આજે બંને મહિલાને પાર્કિંગમાંથી બાળકી સાથે ઝડપી પાડવામાં આવી હતી.














