સુરતના કાપોદ્રામાં જુગાર રમતા 15 ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કપુરવાડીના રાદડિયા ચેમ્બરમાં પોલીસે રેડ કરી હતી. પોલીસે બે અલગ-અલગ જગ્યાએ રેડ કરી હતી. પોલીસે 15 જુગારીઓને ઝડપીને તેની પાસેથી રોકડ સહિત 1.08 લાખનો મુદ્દામાલ કર્યો કબજે કર્યો છે.


સુરતના કાપોદ્રામાં જુગાર રમતા 15 ઝડપાયા

સુરતની કાપોદ્રા પોલીસે જુગાર રમતા 15 ઇસમોને પકડી પાડ્યા છે. કાપોદ્રા પોલીસે કપુરવાડી રાદડિયા ચેમ્બરના ત્રીજા માટેના આધારે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન જુગાર રમતા 15 ઇસમોને ઝડપી પાડ્યા છે.આ 15 ઇસમોને ઝડપી પાડી 1 લાખ 8 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.  મળતી માહિતી મુજબ, સુરતની કાપોદ્રા પોલીસે અલગ અલગ 2 જગ્યા પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.  આ દરોડા દરમિયાન પોલીસે જુગારધામમાંથી 15 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં 1 જગ્યા પરથી 7 આરોપીની ધરપકડ કરી 1 લાખ 5 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, તો બીજી જગ્યા પરથી 8 આરોપીની ધરપકડ કરી 3500નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદના ફતેવાડીમાં 10 જુગારીઓને ઝડપી પાડ્યા

અમદાવાદમાં આવેલા ફતેવાડીમાં હંમદ સિદ્દીક વોરા નામનો આરોપી જુગાનો અડ્ડો ચલાવતો હોવાની ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ફતેવાડીમાં ચાલતા જૂગારધામમાં રેડ કરી હતી. જૂગારધામમાંથી 10 જુગારીઓને ઝડપીને 1.46 લાખ રોકડ અને 4 મોબાઈલ, 3 વાહનો સહિત 3.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોહંમદ સિદ્દીક વોરા નામનો આરોપી જુગાનો અડ્ડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: