રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ માનવતા મહેકાવી છે. આજે રાજ્ય સરકારના એક મંત્રીએ સુરતના રોડ પર એક મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં જોતા પોતાની ગાડીમાં જ લઈ જઈને હોસ્પિટલ પહોંચાડી હતી. સરકારના શિક્ષણ મંત્રીની આ કામગીરી સોશિયલ મીડિયા સાથે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અપાવી હતી. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં જ હોસ્પિટલ પહોંચાડી હતી. એકે પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારીને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ જાતે લઈ ગયા હતા. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાની આ કામગીરીને સૌએ બિરદાવી હતી.













