રાજસ્થાનની સરહદ નજીક અસામાજિક તત્વોએ આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. પથ્થરમારાથી બસની બારીઓના કાચ તૂટ્યા હતા, જોકે પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. બસમાં સવાર 10થી વધુ યાત્રિકોનો બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને કરાતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતનાં લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે પણ, આબુ જતા પહેલા સાવચેત રહેવું પણ એટલું જ જરૂર છે. કારણ કે આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારોની ઘટના અવાર-નવાર બનતી હોય છે. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાનો શિકાર બની હતી. અસામાજિક તત્વોએ કરેલા પથ્થરમારામાં એસી બસના 2 મોટા કાચ તૂટ્યા છે, જ્યારે ઘટનામાં એક મહિલાને ઈજા થઈ હતી.













