ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં છે. સંદેશ ન્યુઝ ના અહેવાલની અસર સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ મેડિકલ માફિયાઓ પર લગામ લગાવા હવે તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યુઝના અહેવાલની અસર સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં જોવા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં આવી છે. PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી જિલ્લાની 10થી વધુ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે.













