કથાકાર મોરારિબાપુએ તાપી જિલ્લાના સોનગઢમાં આયોજિત એક કથા દરમિયાન દાવો કર્યો હતો કે રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ ટિપ્પણી બાદ ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ દાવાઓની તપાસ કરવાનું વચન આપ્યું છે. હવે ધર્મ પરિવર્તન મુદ્દે કથાકાર મોરારિબાપુનો આક્રોશ જોવા મળી રહ્યો છે. 


કથાકાર મોરારિબાપુની તાપી જિલ્લાના સોનગઢમાં રામકથા ચાલી રહી છે. રામકથા દરમિયાન એક શ્રોતા દ્વારા આદિવાસી વિસ્તારમાં ભણતરના નામે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવા અંગેની ચિંતા વ્યક્ત કરતા આવા વિસ્તારોમાં વધુ શાળાઓ બને અને સારુ શિક્ષણ મળે તો આ પ્રક્રિયા રોકી શકાય તેમ જણાવ્યું હતું. ત્યારે આજ રોજ તાપીના સોનગઢમાં રામકથાના પાંચમા દિવસે મોરારિબાપુ ગદગદ થયા હતા. ધર્મ પરિવર્તન મુદ્દે મોરારિબાપુનો આક્રોશ જોવા મળ્યો હતો.


ઇસાઈઓ મંદિર તોડી દેવળ કે દેવીનું સ્થાપન કરે છે: મોરારિબાપુ

ધર્મ પરિવર્તન મુદ્દે કથાકાર મોરારિબાપુએ કહ્યું હતું કે, આ ભૂમિ પર કેટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે. ઇસાઈઓએ મંદિર તોડીને તેમના દેવળ કે દેવીનું સ્થાપન કરી દે છે. ધાર્મિક સ્થળો તોડવાને લઇ મે પૂછ્યું કે, શું તેમે આ માટે કાનુની પગલા ભરો છો તમારા સાંસદો, કલેક્ટર, ધારાસભ્યોને પૂછ્યું છે? ત્યારે તેમને જવાબ આપ્યો કે, અમારું કોઇ સાંભળતું નથી, ત્યા તંત્ર, કલેક્ટર, સાંસદોનું કોઈ સાંભળતું નથી, સંઘના સભ્યોનું પણ સાંભળતી નથી. 70 ટકા ઈસાઈઓ અને 30 ટકા સનાતની છે. ઈસુએ જગતના સૌથી અંતિમ ખ્રિસ્તી હતા. તમે કોને મારો છો તમારા ભાઈઓને જઃ

  • Follow us on: