મહીસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયનો લાભ લેવા માટે અરજી કરનારા જરૂરિયાતમંદો પાસેથી નાણાં પડાવનારા લાંચિયા સરપંચને ACBએ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડ્પી પાડ્યા છે.


મળતી માહિતી મુજબ, પ્રાપ્ત માહિતી અનુસાર, કડાણા ના રાજનપુર ગ્રામ પંચાયતની ચોકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં ACBને મોટી સફળતા મળી છે. ACBએ પ્રધાન મંત્રી આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે સરપંચે 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ઉગરાણું કરનાર સરપંચ પિતા અને એક અન્ય આગેવાન પણ ACBના છટકામાં રંગે હાથ ભેરવાયા છે. સમગ્ર મામલે મહીસાગર જિલ્લા ACB દ્વારા બને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ACB એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવાસના હપ્તાની ટકાવારી પેટે લાંચ લેતા સરપંચ પિતા અને અન્ય 1ની ધરપકડ કરવામાં આવી, મહીસાગરના એક ગામ કડાણાના રાજનપુર ગ્રામ પંચાયતના સરપંચ પિતા 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. PM આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે લાંચ માંગી હતી. જીલ્લા ACB દ્વારા બને આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું, જેના પ્રથમ અને બીજા હપ્તા તેમના બેંક ખાતામાં જમા થઈ ગયા હતા. આ હપ્તાની ટકાવારી રૂપે આરોપી દિગ્વિજયસિંહ અભેસિંહ પુવાર (ઉં.વ. 54)એ રૂ. 22,500ની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ સરપંચના બદલે કામગીરી કરતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડિયા (ઉં.વ. 45) સાથે વાતચીત કરી હતી, જેમણે રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, જેમાં આરોપી દિગ્વિજયસિંહે ફરિયાદી સાથે વાતચીત કરીને રૂ. 20,000ની લાંચ સ્વીકારી હતી. આ સાથે જ અરવિંદભાઈ પણ પકડાઈ ગયા હતા. આ ટ્રેપ ઓપરેશન પો.ઈન્સ. એમ.એમ. તેજોતે કર્યું હતું, જ્યારે સુપરવિઝન મદદનીશ નિયામક બી.એમ. પટેલે કર્યું હતું. આ ઘટનાએ ભ્રષ્ટાચાર સામે લડવાની એસીબીની પ્રતિબદ્ધતાને ફરી એકવાર સાબિત કરી છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.



  • Follow us on: