તાપી જિલ્લાના વ્યારામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યારાના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ મામલે કાર ચાલકને આસપાસના લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જાહેર માર્ગ પર કાર પાર્ક કરવામાં આવી હતી. જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એસટી બસ સ્ટેન્ડ નાનું હોવાથી બસની અવરજવરમાં તકલીફ પેદા થઇ રહી હતી. આ મુશ્કેલીના કારણે બસનું ટાઇમટેબલ ખોરવાયુ હતુ. અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
કાર ચાલકની બેદરકારી













