• સૌથી ઓછુ તાપમાન નલિયાનું 16 ડિગ્રી નોંધાયુ
  • ગાંધીનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી તાપમાન
  • વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી

ભેજનું પ્રમાણ વધતા ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જેમાં સૌથી ઓછુ તાપમાન નલિયાનું 16 ડિગ્રી નોંધાયુ છે. તેમજ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી તાપમાન રહ્યું છે.

અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.01 ડિગ્રી નોંધાયું

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.01 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગાંધીનગરમાં 17.0 ડિગ્રી સાથે ઠંડુ શહેર બન્યું છે. તેમજ રાજકોટ 19 ડિગ્રી ,ભાવનગર 20 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહેતા નલિયામાં તાપમાન 16.02 ડિગ્રી નોંધાયું છે. ત્યારે સુરત 21 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી માવઠાનુ અનુમાન છે. આ સમય દરમિયાન તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમાં વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણના પલટા દરમિયાન અમદાવાદમાં પણ આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.

પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી શકે છે

હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરી શકે છે. બનિહાલ, શ્રીનગર, પટનીટોપ સહિત ઘણી જગ્યાએ માત્ર હળવો વરસાદ જોવા મળી શકે છે. IMDએ આગાહી કરી છે કે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ બાદ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે.

  • Follow us on: