રાજયમાં બેવડી ઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે,જેમાં સોલા હોસ્પિટલમાં OPD રોજની 1 હજારને પાર પહોંચી ગઈ છે,છેલ્લા એક સપ્તાહમાં 7744થી વધુ ઓપીડી નોંધાઈ છે જેમાં ઝાડા ઉલટીના 84 કેસ,વાઇરલ હિપેટાઇટિસનાં 21 કેસ,વાયરલ ઇન્ફેક્શનના 130 દર્દીને દાખલ કરવાની ફરજ પડી છે,પીડિયાટ્રિક વિભાગમાં 53 જેટલા દર્દી હાલ સારવાર હેઠળ છે.તો બીજી તરફ પીડિયાટ્રિક વિભાગમાં રોજની ઓપોડી 100ને પાર છે.


મચ્છરનું ઉત્પાદન વધ્યું !

ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

 

  • Follow us on: