કલોલમાં ડોક્ટરની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ કરવાની ઘટના સામે આવી છે. વિરમગામમાં રહેતા એક યુવકની દીકરીને કાનમાંથી રસી આવતી હોવાથી પરિવારજનો કલોલમાં આવેલા શ્રીરામ કાન, નાક, ગળાની હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા.


બાળકીનું નાક-કાન ગળાનું ઓપરેશન કરાવ્યું હતું

ત્યારે શ્રીરામ કાન, નાક, ગળાની હોસ્પિટલના ડોક્ટર મેહુલ પુજારાએ દર્દીને તપાસીને જણાવ્યું કે તેને ગળામાં કાકડા છે અને નાકમાં મસા છે, તેના કારણે તકલીફ થઈ રહી છે. પાંચ દિવસની દવા આપું છું અને ન મટે તો ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ તેઓ પાંચ દિવસ બાદ ફરી આવ્યા હતા અને ત્યારે ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું, જેથી બાળકીને ઓપરેશન માટે ઓપરેશન રૂમમાં લેવામાં આવી હતી. જ્યાં તેને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી.

ઓપરેશન બાદ બાળકીનું ઓક્સિજન લેવલ ઘટી ગયુ

સર્જરી કર્યા બાદ ડોક્ટરે ગળાના કાકડા તેમજ નાકના મસાનું ઓપરેશન કર્યું હતું અને ઓપરેશન કરેલા કાકડા અને મસા દર્દીની માતાને બતાવ્યા હતા અને ઓપરેશનના એક કલાક બાદ બાળકી કોઈ પ્રતિભાવ આપતી ન હતી અને તેનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને ધબકારા પણ ઓછા થઈ ગયા હતા, તેના કારણે હોસ્પિટલમાં તાત્કાલિક પીડિયાટ્રિકને બોલાવવામાં આવ્યા હતા અને બાળકીની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ENT ડોક્ટરની બેદરકારીથી બાળકીનું મોતઃ પરિવારજનો

જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, બાળકીના મોત બદલ તેના પરિવારજનોએ કલોલના શ્રી રામ કાન, નાક, ગળાની હોસ્પિટલના ડોક્ટર મેહુલ પુજારા સામે બેદરકારીના આક્ષેપ કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં વેન્ટિલેટર કે ઓક્સિજન કે અન્ય કોઈપણ સુવિધા ન હતી તેમ છતાં તેણે ઓપરેશન કર્યું હતું અને દર્દીની હાલત ગંભીર થઈ ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. 

  • Follow us on: