- રાજયમાં ધીરેધીરે વધી રહ્યું છે મહત્તમ તાપમાન
- મહત્તમ તાપમાન 27 થી 30 સુધી રહે તેવી શકયતા
- મિશ્ર ઋતુની અસર 5 દિવસ રહેવાનું અનુમાન
સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉત્તરીય પવનોને લીધે મિશ્ર ઋતુની અસર શરૂ થઈ ગઈ છે,તાપમાનને લઈ વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી,ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી,વડોદરામાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી,તો પાલનપુર 14 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.રમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. આમ છતાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળે છે.બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે.
માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી થશે શરૂ
આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આ સાથે જ રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેથી તાપમાન 36-37 ડિગ્રીની નજીક જવાની પણ શક્યતાઓ છે.માર્ચના અંત સુધીમાં તાપમાનમાં વધારો થશે તો અમદાવાદ સહિત કેટલાક શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ પણ જઈ શકે છે.
હાલ વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે.તો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ વખતે ઉનાળો ખૂબ જ કપરો હશે.