પાલીતાણા ડોળી યુનિયનોની દ્વારા જૈનોનું શેત્રુંજય મહાતીર્થ પાલીતાણામાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી હળતાલનો આજે શુક્રવારે પાલીતાણામાં આશરે 400 ડોળીવાળાની ઉપસ્થિતીમાં તેમજ હર્ષભાઈ (શેત્રુંજય યુવક મંડળ) અને પીઆઇ ઇન્સ્પેક્ટર પાલીતાણા આર રબારીની હાજરીમાં સુખદ અંત આવ્યો.


પાલીતાણા શેત્રુંજય મહાતીર્થના ડુંગર પર બહારથી આવતા અશક્ત અને શારીરિક મુશ્કેલી વાળા યાત્રિકો ડોળીના સહારે ગિરિરાજ પર્વતની યાત્રા કરતા હોય છે, ત્યારે ઇતિહાસમાં સૌપ્રથમ વખત પાલીતાણામાં ડોળી યુનિયનોની હડતાળથી ઉપરાંત ગત તા.12 માર્ચના મહાયાત્રા છ ગાઉની યાત્રા વેળાએ પણ ડોળી વાળની હડતાળ યથાવત રહેતા અશક્ત યાત્રિકોને ભારે મુશ્કેલી પડી હતી અને તેઓને યાત્રા કર્યા વગર પરત ફર્યા બાદ જૈન સમાજમાં અને સંઘોના આ વિષય પર અનેક ચર્ચાઓ થવા પામી હતી જેમાં આ ડોળી કામદારોની હડતાળ નું કારણ એ હતું કે, ડોળી યુનિયન ની એક માત્ર માંગ હતી કે જે વ્યક્તિ રોજ તળેટી પર યાત્રિકો ને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને ગરીબ ડોળી મજૂરો ને સતત માનસિક ત્રાસ આપી રહ્યો છે, યાત્રિકોના અને ડોળીવાળાઓના સતત વિડિઓ ઉતારી ડરાવી રહ્યો છે, વિવિધ પ્રકારના આવા રોજનો ત્રાસ બંધ થાય થાય એવી પ્રસાશન પાસે માંગણી સાથે આશરે ૨૦૦૦ થી વધુ જેટલા ડોળી કામદાર, મજૂરો અને તેડાઘરની બહેનોએના છૂટકે અહિંસક માર્ગ અપનાવી હડતાલ ઉપર ઉતરી ગયા હતા, અને હડતાલના દિવસો દરમિયાન એટલે કે ૫ દિવસ સુધી એક પણ ડોળી ગિરિરાજ ઉપર ગઈ ન હતી. જેને લઇને અશક્ત, વૃદ્ધ, બીમાર તેમજ શારીરિક મુશ્કેલી વાળા યાત્રિકો ને યાત્રા માટે બહારગામ થી હજારો કી.મી થી આવેલા શ્રધ્ધાળુઓ ને યાત્રા કર્યા વગર પરત ફર્યા હતાં.

જ્યારે આ અંગે ડોળીવાળાઓનું કહેવું એવું હતું કે અનેક ફરિયાદો અમારા દ્વારા કરવા છતાં પ્રસાશન દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેવું જણાવ્યું હતું જેમાં છેલ્લા ત્રણ દિવસથી પાલિતણાના પોલીસ ડિપાર્ટમેન્ટ અને પ્રાંત અધિકારી સાથે અને મુંબઈ, અમદાવાદના મહાસંઘો વચ્ચે આ હળતાલનો અંત લાવવા સતત વાટાઘાટો અને પ્રયત્નો થઇ રહ્યા હતા. જેમાં ડોળીવાળા ભાઈઓને તેઓને વિના વાંકે રોજ સવારે આપવામાં આવી રહેલી તકલીફો અવશ્ય દૂર કરવા ની પાલીતાણાના પ્રસાશનની ખાતરી અને જૈન મહાસંઘો ની હડતાલ આટોપી લેવાની અપીલ ને માન્ય રાખી આ હડતાલ તા. ૧૪ માર્ચ ને શુક્રવાર થી સમાપ્ત કરવની જાહેરાત કરવામાં આવી છે.

આ હડતાળ નો અંત લાવવા માટે મુંબઈ અને અમદાવાદના મહાસંઘોએ શેત્રુંજય યુવક મંડળ ની ટિમની સાથે રહીને, યાત્રિકો ની સુવિધા અને ડોળી દ્વારા યાત્રા દરમ્યાન નિશ્ચિંન્તતા રહે તે માટે “યાત્રા મિત્ર” નામની ડોળી નો ઉપયોગ યાત્રા કરનાર ભાવિકોને ડોળીવાળાઓ તરફથી કોઈ કનડગત થાય તો યાત્રિક તેનું ઓનલાઇન રિપોર્ટિંગ કરી શકે અને તેની સાથે સંસ્થાઓ દ્વારા યાત્રિકોને પરેશાન કરનાર ડોળીવાળા ઉપર ઉચિત પગલાં લઇ શકાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરી છે અને તે વ્યવસ્થા મળવા પાત્ર ડોલીની પાછળ ક્યુઆરકોડ અને સંસ્થાઓના નામના સ્ટીકર પણ લગાવી દીધા છે. આવી સ્ટીકર લગાડેલી ડોળીનો ઉપયોગ કરનાર ને જ આ વ્યવસ્થા નો લાભ મળી શકે તેમ છે એવું મહાસંઘના પ્રવક્તા તરફથી જાણ કરવામાં આવી હતી.  

ડોળી ની હડતાલ પાછી ખેંચાવાના સમાચાર સોશ્યિલ મીડિયા ના માધ્ય્મએ ફેલાઈ જતા પાલીતાણાના પોલીસ ડિપાર્ટમેન્ટ અને પ્રાંત અધિકારીશ્રી ના સુંદર સહકારભર્યા અભિગમની દેશભરના જૈનોમાં પ્રસંશાના અને આનંદના મેસેજ ફરી રહ્યા છે. ડોળીની હડતાલ ને કારણે દૂર દૂરના દેશ - દેશાવર થી ગિરિરાજની યાત્રા કરવા પાલિતણા ખાસ આવેલા સંખ્યાબંધ ભાવિકો ફાગણ સુદ તેરસ ની છ ગાઉની અત્યંત મહિમાવંત યાત્રા ન થઇ શકવાને કારણે ભારે નિરાશા અને દુઃખની લાગણી થી રડતા ભાવિકો ઠેર ઠેર તળેટી રોડ ઉપર વ્યક્ત કરતા મળી રહ્યા હતા.

આખરે ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાળ આજે શુક્રવારે અંત આવતા આવતી કાલે તા.૧૫/૩/૨૫ થી ગિરિરાજ પર ડોળી કામદારો ભાઈઓ બહેનો ડોળી ઉપાડી જશે અને અશક્ત યાત્રિકો ને યાત્રા કરી શકશે અને પેહલાની જેમજ 2000થી વધુ ડોળી કામદારો ને રોજી રોટી મળી રહેશે. આજના આ હડતાળ નો અંત આવતા જૈન સમજમાં આનંદની લાગણી ફળી છે.

  • Follow us on: