રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષતા અને માર્ગદર્શન તળે આરોગ્ય વિભાગનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકિયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.આર.આર.ચૌહાણ દ્વારા બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.


રેડની કામગીરી કાનિયાડ ગામે હાથ ધરવામાં આવી હતી

તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જયદીપ કણઝરીયા દ્વારા બોટાદ બોટાદમાં આ અંગે સધન અમલીકરણ કરવામાં આવે છે. જેમાં તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડની કામગીરી કાનિયાડ ગામે હાથ ધરવામાં આવી હતી.

પોલીસ વિભાગની એક ટીમ રહી હાજર

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતાં નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૮ દુકાન ધારકો પાસેથી રૂ ૮૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પ્રા.આ. કેન્દ્રનાં આયુષ મેડિકલ ઓફિસર સુપરવાઈઝર અને પોલીસ વિભાગનાં એસ. વાય. ગોહીલ અને આરોગ્ય કર્મચારી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

  • Follow us on: