ગિરનાર લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ કરશે. સાડા 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમાં પૂર્ણ કરી છે.
ગરવા ગિરનારની પરિક્રમા વિધિવત રીતે મંગળવારના મધ્યરાત્રિથી શરૂ થઇ હતી. રાત્રે બાર વાગ્યે બંદૂકના ભડાકા અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ દિવસ પૂર્વે એટલે કે તા. 11ના વહેલી સવારથી પરિક્રમા પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી લાખો ભાવિકો ઉમટી રહ્યા છે. અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લઈ પ્રકૃતિના ખોળે મજા માણી પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે. બુધવાર રાત સુધીમાં વનતંત્રના ગણતરી પોઇન્ટ પર 6.50 લાખ લોકો નોંધાયા હતા.













