- માણાવદરના કોઠડી ગામની બે દીકરીઓ ઈઝરાયલ સેનામાં ઓફિસર
- નિશા અને રિહા મુળિયાસીયા ઈઝરાયલ સેનામાં ફરજ બજાવે છે
- તેમના પરિવાર 1990થી ઇઝરાયલનું નાગરિત્વ સ્વીકાર્યું છે
હાલમાં સમગ્ર વિશ્વમાં ઈઝરાયલ પર હમાસ અને હિઝબુલ્લાના હુમલા સામે ચાલી રહેલાના યુદ્ધની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ઇઝરાયલ આર્મીમાં ગુજરાતના જૂનાગઢના માણાવદરના નાના એવા એક ગામના પરિવારની બે દીકરીઓ હમાસના આતંકીઓને હંફાવી રહી છે અને ઈઝરાયલ સેનામાં ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું છે. આ બંને બહેનો ઈઝરાયેલની આર્મીમાં જુન 2021માં જોડાઈ છે.
જૂનાગઢના માણાવદર તાલુકાના 1200 ની વસ્તી ધરાવતા કોઠડી ગામમાં રહેતા ભરતભાઈ મુળિયાસીયાએ કહ્યું કે, તેમના બે કાકા જીવાભાઈ મુળિયાસીયા વર્ષ 1989 માં અને તેના નાના કાકા સવદાસભાઈ મુળિયાસીયા 1996 માં ઇઝરાયલ જતા રહ્યા છે, ત્યાં તેઓને સરકારે ઇઝરાયલનું નાગરિત્વ મળ્યું છે, તે બંને ભાઈઓની એક-એક દીકરી હાલ ઇઝરાયલ આર્મીમાં ઓફ્સિર તરીકે ફરજ બજાવે છે. હાલની યુધ્ધની સ્થિતિએ પણ બંને બહેનો ફરજ બજાવી રહી છે. ત્યાનો નિયમ છે, કે એક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાવાનું હોય છે, ત્યારે જીવાભાઈ અને સવદાસભાઈની દીકરીઓ આર્મીમાં છે, તેઓ સુરક્ષિત છે.













