- લગ્નની કંકોત્રી વહેંચવા માટે નીકળ્યા હતા બંને ભાઈ
- ઓવરટેક સમયે બંને એકબીજાની સામ સામે ભટકાયા
- ટેમ્પો મૂકીને ભાગી ગયો ડ્રાઈવર
ભરૂચ જિલ્લાના આમોદ થી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલ નાહિયેર અને આશનેરા ગામ વચ્ચે બાઈક અને છોટાહાથી ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં અનોર ગામનાં બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હોવાની વિગતો સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, આમોદ તાલુકાના નાહિયેર અને ગામ આશનેરા વચ્ચે ભરૂચ તરફથી આવતા છોટાહાથી ટેમ્પા નંબર GJ-16 A 1453 સાથે આમોદ તરફથી આવતી બાઈક નંબર GJ-5 CR 2086 ઓવરટેક મારતા સામ સામે ભટકાયા હતા.














