- અમરાપર પાસે કાર અને બાઈક વચ્ચે થયો અકસ્માત
- અકસ્માત બાદ ચાલક કાર મૂકી થયા ફરાર
- હળવદ પોલીસે વધુ તપાસ હાથધરી
મોરબીના હળવદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યકિતના મોત થયા છે.અમરાપરા પાસે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે મોત થયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્નીના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.કાર ચાલકે બાઈકને 50 ફૂટ ઘસડયા હતા અને કાર રોડની નીચે ઉતરી ગઈ હતી.હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા
હળવદના અમરપરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યકિતના મોત થયા છે,આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે કાર એટલી સ્પીડમાં હતી કે બાઈક ચાલકે તેમને દૂર સુધી ઘસડયા હતા બીજી તરફ પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે,મહત્વનુ છે કે કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.પોલીસે કારના નંબરના આધારે આરોપી સુધી પહોંચવા કવાયત હાથધરી હતી.

ચોટીલામાં ગઈકાલે હિટ એન્ડ રનમાં એકનું મોત
ચોટીલા હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે મજૂરી અર્થે આવેલા પરિવારની મહિલા રસ્તો ઓળંગવા જતી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. ચોટીલા હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે મેઘરજ તાલુકાના ભીમાપુરના 40 વર્ષના લીલાબેન કેહરાભાઈ ડામોર તેમના પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા.
અમદાવાદમાં અજાણ્યા વાહનની અડફેટે યુવતીનું મોત
એઈસી બ્રિજ ઉપરથી આજે સવારે એક યુવતી તેનું એકટિવા લઈને જઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.બ્રિજ પર ટુ વ્હીલર વચ્ચે આવી જતા તેનું મોત થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે,યુવતીને મોઢાના ભાગે અને માથાના ભાગે ઈજા પહોંચી હતી,તો માથાના ભાગેથી લોહી વહી જતા તેને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બ્રિજ વચ્ચે અકસ્માત થયો હોવાના પગલે તાત્કાલિક ટ્રાફિક ન થાય તેના માટે ટ્રાફિક બ્રિજ નીચે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.