વલસાડના લવાછા ગામે કનસ્ટ્રકશન સાઇટ પર ખોદેલા ખાડામાં બે બાળકો ડૂબી જતા તેમના મોત થયા છે, પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી બંન્નેના મોત થયા છે, તો ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયા છે અને પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડયા

વલસાડના લવાછા ગામે કનસ્ટ્રકશન સાઈટનું કામ ચાલી રહ્યું છે અને તે કામ દરમિયાન સાઈટની નજીક ખાડો ખોદયો છે, અને તેમાં પાણી ભરવામાં આવ્યું છે તો બે બાળકો તે પાણીમાં ગરકાવ થતા તેમના મોત થયા છે, તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે સાથે સાથે બાળકોના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, બિલ્ડરની પણ પૂછપરછ પોલીસે શરૂ કરી છે.

રોડના કનસ્ટ્રકશનનું ચાલી રહ્યું છે કામ

રોડના કન્સ્ટ્રક્શન માટે માટે ખોદાયેલા ખાડામાં બે કિશોરો ડૂબી જવાની ઘટના બની છે જેમાં 14 વર્ષની ઉંમરના બે કિશોર ખાડામાં ગરકાવ થતા બંનેના કરૂણ મોત નિપજ્યા છે, ખાડો એટલે ઉંડો હતો કે બાળકો ચિકણી માટીમાં ગરકાવ થયા અને ત્યા તેમના મોત થયા છે, પોલીસે આસપાસના અન્ય શ્રમિકોની પણ પૂછપરછ કરી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરની બેદરકારીના કારણે આ મોત થયું છે, શું બિલ્ડરની બેદરકારી હશે તો પોલીસ તેમની સામે પગલા ભરશે કે નહી તે જોવાનું રહ્યું. 

  • Follow us on: