ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ભાગમાં છેલ્લા થોડા સમયથી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.વાતાવરણમાં પલટાને લીધે વિસ્તારોમાં ક્યાંક મધ્યમ કે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી પાકને પણ નુકશાન થવાની ભિતી સર્જાઈ છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી પાકને પણ ભારે નુકસાન થયું હતું.


ખેડૂતોને મોટું નુકસાન થયું

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સવારથી ભારે પવન સાથે માવઠું સર્જાયું હતું. બારડોલીના વાંકાનેર, આફવા, ઈસરોલી, બાબેન, તેન સહિત તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેથી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો તે સિવાય પાકને પણ ખાસ્સુ નુકસાન પહોંચ્યું હતું. બારડોલીના ખેડૂતો માટે વરસાદે મુશ્કેલી સર્જી હતી. વરસાદ વરસતા કાપણી કરેલો ખેડૂતોનો ડાંગર અને તલનો પાક વરસાદમાં નષ્ટ થયો હતો. જેથી જગતના તાતને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.ખેડૂતોને પાક નાશ પામવાથી મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

સુરતના બારડોલીમાં કમોસમી વરસાદના લીધે ડાંગર અને તલનો પાક નાશ પામ્યો હતો. જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, ભારે પવન સાથે વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોએ આંશિક રાહત ભોગવી હતી. પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો કમોસમી વરસાદને પગલે ડાંગર, કેરી સિવાય તલના પાકને નુકસાન થતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું.


  • Follow us on: