• યુપીમાં કેબિનેટ મંત્રી નંદ ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂને નડ્યો અકસ્માત
  • લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર તિરવા વિસ્તાર પાસે સર્જાયો અકસ્માત
  • ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે લખનઉ હોસ્પિટલ ખસેડાયા

યુપીમાં સોમવારે કેબિનેટ મંત્રી નંદ ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂની કારનો ભયાનક અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે મંત્રીનો પુત્ર વાહન ચલાવતો હતો. આ અકસ્માત લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર તિરવા વિસ્તાર પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં મર્સિડીઝ કાર કાબૂ બહાર ગઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. બંનેને સારવાર માટે લખનઉ રીફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, બંને મર્સિડીઝ કારમાં દિલ્હીથી લખનૌ જઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કારની સ્પીડ વધુ હતી અને વરસાદને કારણે રસ્તો લપસણો હતો. અચાનક કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એન્જીન બહાર આવીને દૂર જતું રહ્યું. જોકે, અભિષેક અને કૃષ્ણિકાની હાલત સામાન્ય હોવાનું કહેવાય છે.

નંદ ગોપાલ ગુપ્તાના પુત્રના લગ્ન 11 જુલાઈના રોજ થયા હતા. આ પછી પ્રયાગરાજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ યોગી સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે બંનેએ શ્રીનગરના દાલ લેકમાં લગ્ન કર્યા હતા.

  • Follow us on: