- કેરળના વાયનાડમાં સતત મુશળધાર વરસાદ
- અત્યાર સુધીમાં 93 લોકોના મોત
- 115થી વધુ લોકો જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ
કેરળના વાયનાડમાં સતત મુશળધાર વરસાદ બાદ સોમવારે મોડી રાત્રે 4 સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ચાર ગામ મુંડક્કાઈ, અટ્ટમાલા, ચુરલમાલા અને નૂલપુઝાનો મોટો ભાગ ધોવાઈ ગયો છે. અહીં મુખ્ય માર્ગો, મકાનો, સરકારી હોસ્પિટલો અને પુલ પર પાણી ભરાયા છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ભૂસ્ખલનને કારણે કુલ 93 લોકોના મોત થયા છે અને 400 લોકો હજુ પણ લાપતા છે.
કેરળ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 115 થી વધુ લોકો જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના પર સેનાએ બચાવ અભિયાનની કમાન સંભાળી લીધી છે. લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવી રહ્યા છે.













