ગુજરાતના માછીમારો પર ફરી એકવાર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે, કારણ કે સમુદ્રી કાચબાને બચાવવા અમેરિકન સરકારે નવા નિયમો જાહેર કર્યા છે, અમેરિકન સરકારે ઝીંગા લેવાનું વર્ષ 2019થી બંધ કરી દીધું છે અને જાન્યુઆરી 2026 સુધીનું ફિશિંગ નેટ બદલાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ભારતીય માછીમારો ટ્રોલર ફિશિંગમાં કાચબા છટકબારી જાળનો ઉપયોગ કરતા નથી
અમેરિકા સરકાર કાચબાને બચાવવા કાચબા છટકબારી ડીવાઈસનો ઉપયોગ કરવાનો નિયમ ધરાવે છે. કાચબા દરિયામાં પાણીને શુદ્ધ કરે છે. ડેલીગેશનના સભ્યોએ મુલાકાત દરમ્યાન જાણ્યું હતું કે ભારતીય માછીમારો ટ્રોલર ફિશિંગમાં કાચબા છટકબારી જાળનો ઉપયોગ કરતા નથી, ટ્રોલર ફિશિંગમાં ઝીંગા માછલી વધુ આવે છે, જેને કારણે અમેરિકા દ્વારા ભારતમાંથી ઝીંગા માછલી એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
ગંદા પાણીમાં સમુદ્રી કાચબાનો ઉછેર થતો નથી
એક તરફ અમેરિકન સરકાર દ્વારા સમુદ્રી જીવોની ચિંતા કરવામાં આવે છે પણ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોનું ગંદુ પાણી સમુદ્રમાં છોડવાની યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે, GPCB મુજબ શુદ્ધ કરેલું ગંદુ પાણી સમુદ્રમાં છોડવાની વાતો ચર્ચામાં છે, તેના કારણે પણ સમુદ્રી કાચબાનો ઉછેર થતો નથી. સામાન્ય રીતે સમુદ્રી કાચબા શુદ્ધ પાણીમાં જ ઉછેરે છે, માછીમારો પણ ઉદ્યોગોના ગંદા પાણી સમુદ્રમાં છોડવા બાબતનો વિરોધ કરી રહ્યા છે.
2026માં ફરી અમેરિકન ડેલીગેશન ભારતની મુલાકાત લેશે
અમેરિકા ફિશરીઝ ડેલીગેશન દ્વારા 2024માં ભારતની મુલાકાત લીધી હતી, પરંતુ ભારતીય માછીમારો કાચબા છટકબારીની જાળ વાપરતા ન હોય આથી ડેલીગેશન દ્વારા અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ 2026માં ફરીથી ભારતની મુલાકાત લેશે અને જો ટ્રોલર બોટમાં પોતાની જાળમાં કાચબા છટકબારી જાળ ડીવાઈસ નહીં વાપરે તો 2026થી અમેરિકા ભારતમાંથી તમામ પ્રકારની 20થી 22 પ્રકારની માછલીની આયાત બંધ કરી શકે છે.