- પાટણ, બનાસકાંઠા, મહેસાણાના તળાવો ભરાશે
- સાબરકાંઠા જિલ્લાના તળાવો પણ ભરાશે
- 13 પાઇપલાઇનો મારફતે પાણી આપવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.
નર્મદાનું પાણી પહોંચાડવા સરકારનું આગોતરું આયોજન













