• અતિથિગૃહના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
  • લોકાર્પણ પહેલા જ છતમાંથી પાણી ટપકવા લાગ્યું
  • કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ કર્યા આક્ષેપ

નિઝામપુરામા નવા બનેલા અતિથિગૃહનું હજુ તો લોકાર્પણ કર્યું નથી, તેની પહેલા મુખ્ય હોલમાં આવેલી છતમાંથી પાણી ટપકવાનુ શરૂ થઈ ગયુ છે. જેને લઈ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કરાઇ રહ્યો છે.

આ અંગે કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આખા હોલમાં પાણી ઉતરે છે. સૌથી ગંભીર બાબતે છે કે, છત પર જવા માટે સીડી પણ બનાવેલ નથી. અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અતિથિગૃહમાં કેવું કામ કર્યુ હશે, તે સમજી શકાય તેમ છે.

પાલિકાના અતિથિગૃહમાં ફાયર સેફ્ટીનો અભાવ

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારના પાલિકાના અતિથિગૃહની ચકાસણી કરતા ફાયર સેફ્ટીના નામે માત્ર સીઝ ફાયરના બોટલ જોવા મળ્યા હતા. કોઈ બીજી વ્યવસ્થા જોવા મળી ન હતી. જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે અતિથિગૃહ ને પ્લાસ્ટિકના અલગઅલગ રંગ બે રંગી ફૂલો અને પ્લાસ્ટિક ડેકોરેશન થી શણગારે છે અને આવા પ્રસંગમાં 500 થી 1 હજાર લોકોની હાજરી હોય છે. ત્યારે આ અતિથીગૃહમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.

  • Follow us on: