ડેસરની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પાંચ મૃતક સભાસદોના બેંક ખાતામાંથી રૂપિયા 39.92 લાખની માતબર રકમની ઉચાપત થયાની વાત સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના કાને પડતા તેઓએ તા 15 મે ના રોજ બરોડા ડેરીના એમડી અને મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ કરવા જણાવ્યું હતું. સાથે જિલ્લા ડીએસપીને પણ તપાસ અંગે પત્ર લખાયો હતો. ઉપરોક્ત બાબતે જિલ્લા ડીએસપી દ્વારા ડેસર પોલીસને તપાસ કરવા માટે સૂચના આપતા યુદ્ધના ધોરણે પોલીસે તપાસ કરીને જિલ્લા ડીએસપીને તપાસ રિપોર્ટ સુપ્રત કરાયો હતો. ત્યારબાદ એકાએક બરોડા ડેરીના એમડી નું રાજીનામું પડતા પછી એક વખત ડેરીનો મધપુડો છંછેડાયો હતો


મારા ઉપર જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે

બરોડા ડેરીના એમડી અજય જોશીએ જણાવ્યું હતું કે બરોડા ડેરી એ કોઈ કૌભાંડ કરેલું નથી રહી વાત ડેસરની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમારની તો તેમણે પણ ઉચાપત કરી નથી માત્ર તેઓની રૂપિયા ઉપાડવાની રીત ખોટી હતી. આજે સમગ્ર બાબતે ખુલાસો આપવા માટે મેરાકુવા દૂધ મંડળી ખાતે મંત્રી વિક્રમસિંહ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે સાવલી ધારાસભ્ય દ્વારા મારા ઉપર જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે. ઓડિટર દ્વારા દર વર્ષે ઓડિટ થાય છે તેમાં હિસાબો બિલકુલ ક્લિયર છે કોઈ ઉચાપત છે નહીં તેવુ ઓડિટર દ્વારા રિપોર્ટ અપાયો હતો. મૃતક પાંચ સભાસદોના નામે જે લેવડદેવડ મેં કરી છે તે મારા માટે નહીં મંડળીના હિત માટે કરી હતી. રહી વાત બેંકમાંથી પૈસા ઉપાડવાની તેમાં ડેસર તાલુકાની તમામ દૂધ મંડળી માં 20થી 25 ખાતેદારોના જ ખાતામાં પૈસા નંખાય છે.

લેવડદેવડ કરી છે એ મારી ભૂલ છે હું કબુલ કરું છું

બાકીના ખાતેદારો ના અધિકાર પત્ર દ્વારા મંત્રીઓ જ બેંકમાંથી પૈસા ઉપાડીને ડેરીએ આવીને ગ્રાહકોને દર અઠવાડિયે રોકડ રકમ ચૂકવીએ છે જ્યારે મેં મૃતકોના ખાતામાં પૈસા નાખીને જે લેવડદેવડ કરી છે એ મારી ભૂલ છે હું કબુલ કરું છું તેના માટે જે સજા થાય હું ભોગવવા તૈયાર છું જ્યારે વધુમાં વરસડા દૂધ મંડળી ઉપર પણ ઉચાપતના આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે મેરાકુવા દૂધ મંડળી ની તપાસ થાય છે તો વરસડા મંડળીની કેમ થતી નથી તેના પુરાવા હું પણ આપવા તૈયાર છું ધારાસભ્ય ને મેરાકુવા મંડળીનું કૌભાંડ દેખાયું છે તો સાવલી ડેસર તાલુકામાં નદીઓમાં મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે શું તે ગેરકાયદેસર નથી તે તેમની નજરમાં નથી આવતું તેની તપાસ ધારાસભ્યો કેમ નથી કરાવતા તેવા આક્ષેપો પણ મેરાકુવા દૂધ મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમાર એ કર્યા હતા

  • Follow us on: