વડોદરાના ડભોઈમાં પોલીસ અને શ્રદ્ધાળુઓ વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો છે. નર્મદા નદીમાં સ્નાન સમયે શ્રદ્ધાળુઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓ ગંગા દશહરા પર્વ નિમિત્તે સ્નાન કરતા હતા આ દરમિયાન પોલીસે સુરક્ષાને લઈ એક યુવકોને રોક્યો હતો આ દરમિયાન પોલીસ અને શ્રદ્ધાળુઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.


પોલીસે 4 સામે ગુન્હો દાખલ કર્યો

ડભોઇ ચાંદોદ નર્મદા નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ અને હોમગાર્ડ તેમજ પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. શ્રદ્ધાળુઓ-પોલીસ જવાનોના ઘર્ષણનો વીડિયો વાયરલ થયા હતા. શ્રદ્ધાળુઓ ગંગા દશહરા પર્વ નિમિત્તે સ્નાન કરી રહ્યા હતા આ દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ કેટલાક યુવકોને રોકવા જતા ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે 4 સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

હોમગાર્ડ અને કોન્સ્ટેબલને ઈજા પહોંચાડી

શ્રદ્ધાળુઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બનાવમાં કેટલાક વડોદરાનાં યુવકો દ્વારા હોમગાર્ડ અને કોન્સ્ટેબલને ઈજા પહોચાડ્યાનું પણ સામે આવ્યું હતું. પોલીસ એ સુરક્ષાના ભાગરૂપે પોતાનું કામ કરે છે પરંતુ જો કોઈ કાયદાનું ભાન ભૂલે તો તેને સજા થવી પણ યોગ્ય છે. તેથી પોલીસે 4 સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પબ્લિકની સુરક્ષા ધ્યાને રાખી રોકવા જતા ઘર્ષણ સર્જાયું હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ યુવકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: