વડોદરાની MS યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં જોવા મળી. આ વખતે યુનિવર્સિટીમાં ડિગ્રીનો વિવાદ જોવા મળ્યો. 3500 વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત થતા આગળ એડમિશન લેવામાં તકલીફ પડી રહી છે. 73માં પદવીદાન બાદ વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહેતા હવે યુનિવર્સિટી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓએ 28 જાન્યુઆરીના રોજ હેડ ઓફિસથી ડિગ્રી લઈ શકશે.


એડમિશન મેળવવામાં સમસ્યા

 MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરીક્ષા પૂર્ણ કર્યા બાદ અપાતી ડિગ્રીને લઈને વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવા માંગે છે અથવા તો દેશ બહાર જવા માંગે છે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ના અપાતા આગળ એડમિશન મેળવવામાં સમસ્યા થઈ રહી છે. માસ્ટર કરવા માંગતા વિદ્યાર્થીઓને ડિગ્રી ના મળતા એડમિશનમાં ફાંફા પડી રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે તેમના માટે પણ ડિગ્રી વધુ જરૂરી છે. ડિગ્રી સર્ટિફિકેટના આધાર પર જ તેઓ વિદેશમાં માસ્ટર અથવા જોબ માટે એપલાય કરતા હોય છે. ત્યારે લાંબા સમય સુધી ડિગ્રીથી વંચિત રાખતા યુનિવર્સિટીના મિસમેનેજમેન્ટને લઈ સવાલ થઈ રહ્યા છે.

ડિગ્રીથી વંચિત વિદ્યાર્થીઓ

એમ એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કર્યા બાદ પણ ડિગ્રીથી વંચિત છે. યુનિવર્સિટીમાં હજુ 3,500 વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. હવે આ વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે ફોર્મ ફી ભરવી પડશે. યુનિવર્સિટીએ 73માં દીક્ષાંત સમારોહ બાદ ડિગ્રીથી વંચિત ₹3,500 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવા તજવીજ હાથ ધરી. વિદ્યાર્થીઓ 28મી તારીખે યુનિવર્સિટીની હેડ ઓફિસથી પોતાની ડિગ્રી મેળવી શકશે. મહત્વનું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં એમ એસ યુનિવર્સિટીનો પદવી દાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 7,615 વિદ્યાર્થિની અને 6245 વિદ્યાર્થીઓ એમ કુલ 13,862 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. પરંતુ હજુ પણ 3500 વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા.

એમએસ યુનિવર્સિટી અને વિવાદ

અગાઉ પણ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનને લઈને શહેરની એમએસ યુનિવર્સિટી વિવાદમાં હતી. વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ આંદોલન કરવામાં આવ્યું હતું. એમએસ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ કવોટા વધારવાને લઈ હોબાળો થયો હતો. અંતે 1400 બેઠકો વધારવાના નિર્ણય કરાતા વિદ્યાર્થીઓએ આંદોલન સમેટયું હતું.કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.GCAS પોર્ટલ પર પ્રક્રિયા કરી 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાયો હતો. શહેરની MS યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવે છે. હાલમાં વિદ્યાર્થીઓને ડિગ્રીથી વંચિત રાખતા યુનિવર્સિટી ફરી નવા વિવાદમાં સપડાઈ.


  • Follow us on: