• છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના ગભરામણથી મોત
  • તરસાલીના 32 વર્ષીય સંજય સોલંકી ગભરામણથી મૃત્યુ
  • 49 વર્ષીય આનંદ ગાયકવાડનું બેભાન થયા બાદ મોત

વડોદરામાં ગરમીથી ગભરામણ બાદ વધુ 2ના મોત થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના ગભરામણથી મોત થયા છે. તરસાલીના 32 વર્ષીય સંજય સોલંકીનું ગભરામણથી મોત થયુ છે. તેમજ 49 વર્ષીય આનંદ ગાયકવાડનું બેભાન થયા બાદ મોત થયુ છે. જેમાં 48 કલાકમાં ગભરામણ, છાતીમાં દુખાવા બાદ 9ના મોત થયા છે.

વડોદરા શહેરમાં હૃદયરોગની સાથે હીટવેવ જીવલેણ બની

વડોદરા શહેરમાં હૃદયરોગની સાથે હીટવેવ જીવલેણ બની છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના ગભરામણથી મોત થયા છે. તરસાલીના 32 વર્ષીય સંજય સોલંકીનું ગભરામણ થયા બાદ મોત થયુ છે. તેમજ રાજમહેલ રોડ પર રહેતા 49 વર્ષીય આનંદ ગાયકવાડનું બેભાન થયા બાદ મોત થયુ છે. જેમાં છેલ્લા 48 કલાકમાં ગભરામણ અને છાતીમાં દુખાવા બાદ 9 લોકોના મોત થયા છે.

પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે

ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન અને ચક્કર આવે છે ત્યારે શરીરનું તાપમાન બહારના હાઇ ટેમ્પરેચરની પ્રતિક્રિયામાં અનેક ઘણો વધી જાય છે. વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે. કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.હેલ્થ એક્સપર્ટ અનુસાર ગરમીમાં તાપમાન વધારે હોય છે અને સાથે કેટલીક સ્થિતિ એવી હોય છે જેના કારણે થાક, ચક્કર આવવા તેમજ બેભાન જેવી સમસ્યા થઇ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીરમાંથી પરસેવો વધારે નીકળે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોય છે. પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે જેના કારણે ચક્કર અને બેભાન આવે છે.

  • Follow us on: