• વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું પાડ્યું બહાર
  • તારીખ 23 મેથી 6 જૂન દરમિયાન વાહન ચાલકો માટે જાહેર કરી વૈકલ્પિક વ્યવસ્થા
  • વાહન ચાલકોને પેટ્રોલ અને સમયનો થશે દુર્વ્યય

લાલબાગ રેલવે ઓવર બ્રિજ ઉપર વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ રીસરફેસિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે. જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવામાં આવશે. વાહન ચાલકોને અગવડતાના પડે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું પાડ્યું બહાર. તારીખ 23 મેથી 6 જૂન દરમિયાન વાહન ચાલકો માટે જાહેર કરી વૈકલ્પિક વ્યવસ્થા. વાહન ચાલકોને પેટ્રોલ અને સમયનો થશે દુર્વ્યય.


વડોદરા શહેરમાં આવેલો લાલબાગ રેલવે ઓવર બ્રિજ 23 મેથી 6 જૂન સુધી બંધ રહેશે


તા.23 થી તા.6 જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવર બ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવર - જવર કરતા તેમજ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ, મોતીબાગ તોપ અવર-જવર કરતા ફોર વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ટુ-વ્હીલર વાહનો માટે આ રૃટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સુશેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવર-જવરનો રસ્તો ભારદારી વાહનો અને એસ.ટી. બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.


વાહન ચાલકો માટે જાહેર કરી વૈકલ્પિક વ્યવસ્થા 


લાલબાગ બ્રિજ એ વડોદરા શહેરના મુખ્ય ત્રણ વિસ્તારને જોડતો બ્રિજ છે જેના કારણે આ બ્રિજ પર સૌથી વધુ અવરજવર રહેતી હોય છે. આ એક જ બ્રિજ પરથી માંજલપુર, લાલબાગ તથા રાજમહેલ રોડ અને પ્રતાપનગર રોડ બાજુ રહેતા લોકોની સૌથી વધુ અવરજવર રહેતી હોય છે. એને ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને સાયકલીસ્ટ પણ વહેલી સવારે આ બ્રીજનો ઉપયોગ કરતા હોય છે.

  • Follow us on: