વડોદરાના સાવલીમાં નદીમાં ડૂબવાથી એકનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પોઇચાની મહિસાગર નદીમાં ડૂબવાથી બાંધણી ગામના રહેવાસી અલ્પેશ તળપદાનું મોત નીપજ્યું છે. ભમ્મરઘોડામાં બાધા પૂરી કરી પરત ફરતા સમયે ઘટના બની હતી.
વડોદરાના સાવલી તાલુકાના પોઇચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં એક વક્તિ ડૂબી જવાથી મોત થયું છે. મૂળ બાંધણી ગામ તાલુકો પેટલાદ જીલો આણંદનો રેહવાસી મૃતક અલ્પેશ તળપદા ગત રોજ સાવલીના ભમ્મર ઘોડા ખાતે માતાજીના મંદિરે બાધા પૂરી કરીને પરત ફરતા વેળાએ પોઇચા ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો.













