- ધાબા પર વાંધાજનક ગીતો નહીં વગાડવા અપીલ કરાઈ
- ચાઈનીઝ દોરી અને તુક્કલને લઈ દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું
- સંવેદનશીલ વિસ્તારમાં રાત્રિના સમયે ફૂટ પેટ્રોલિંગ
આવતીકાલે ઉત્તરાયણની ઊજવણીને લઈને પતંગ રસિયાઓ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ચાઈનીઝ દોરી, તુક્કલ કે કોઈ અઘટિત ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ સતર્ક છે. વડોદરામાં ઉત્તરાયણ પર્વની ઉજણી કરતાં પહેલાં આ સમાચાર વાંચી લેજો નહીં તો પોલીસ પેટ્રેલિંગના રડારમાં આવી જશો.
પોલીસ એક્શન મોડમાં
સમાચાર મળી રહ્યાં છે કે, ઉત્તરાયણ પર્વને લઈને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેર પતંગ બજારમાં સ્પીકરથી લોકોને અપીલ કરી છે કે, ઉત્તરાયણમાં ધાબા પર વાંધાજનક ગીતો વગાડવા નહીં, જો કોઈ વિરુદ્ધ આવી ફરિયાદ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તે સાથે જ વડોદરા શહેરના પતંગ બજારમાં જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાથી પોલીસે પતંગ બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
સાવચેતીના ભાગરુપે અપીલ
વડોદરા શહેર પોલીસના જાહેર જનાત માટેની અપીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઉત્તરાયણના આ ઉત્સવને આપણે શાંતિ અને સાવચેતી સાથે ઉજવીશું જેથી કોઈ અઘટિત બનાવ ના બને. જો કોઈ વાંધાનજક પ્રવૃત્તિ કે ગીતો વગાડવાની ફરિયાદ આવશે તો તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે.
મહત્તવનું છે કે,
સુરત શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણની સાવચેતીના ભાગરૂપે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં સુરત શહેર પોલીસે સુરતમાં આવેલ બ્રિજ પર ટુ-વ્હીલર વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજ ઉપર વાહન ચાલકોને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે અને જો કોઈ વાહનચાલક પોતાના ટુ-વ્હીલર વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવીને ચાલશે તો તેને ઓવરબ્રિજ પરથી વાહન પસાર કરવાની છુટ આપવામાં આવી છે.