• સનગ્લાસ પહેરીને પતંગ ચઢાવો જેથી આંખ ખરાબ ન થાય
  • હાથમાં ગ્લવ્ઝ કે ફિંગર ગાર્ડનો કરો ઉપયોગ, આંગળીઓ કપાશે નહીં
  • રેલ્વે લાઈન કે એરપોર્ટ પાસે પતંગ ચઢાવવાનું ટાળો

દેશમાં અનેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તહેવારની શરૂઆતની સાથે સાથે જ અનેક સાવધાની અને તૈયારીઓ પણ શરૂ થાય છે. આ વર્ષે દેશમાં 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવાશે. દેશમાં અનેક જગ્યાઓએ અલગ અલગ રીતે આ તહેવાર ઉજવાય છે. પૂજા પાઠ અને દાન પુણ્યની સાથે સાથે પતંગ ઉડાડવાની મજા પણ લોકો માણે છે. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે તો સાથે જ વાતાવરણમાં અલગ જ ખુશીનો અહેસાસ જોવા મળે છે.

જાણો પતંગ ચઢાવતી વખતે રાખવામાં આવતી સાવધાનીઓ

અનેકવાર પતંગ ઉડાડતી સમયે સાવધાની રાખવામાં ન આવે તો નુકસાનની કે મુસીબતની શક્યતાઓ વધી જાય છે અને સાથે તહેવારની મજા પણ વધી જાય છે. અનેક લોકો અને પક્ષીઓ પણ ઘાયલ થાય છે. તો જાણો કઈ સાવધાની રાખવી જરૂરી છે.

1. પતંગ ચઢાવવાની જગ્યા ખુલ્લી અને વધારે હોવી જોઈએ. ગ્રાઉન્ડ હોય તો વધુ સારું.

2. આજકાલ લોકો ધાબા પરથી કે ટાંકી પર ચઢીને પતંગ ચઢાવે છે. આ સમયે નીચે પડવાનો ડર વધારે રહે છે તો સાવધાની રાખો.

3. પતંગ ચઢાવતી સમયે હંમેશા સનગ્લાસ પહેરો જેથી સૂરજના કિરણોથી આંખને નુકસાન ન થાય.

4. હાથમાં ગ્લવ્ઝ પહેરો કે પટ્ટી લગાવો. આ સિવાય તમે તમામ આંગળીઓમાં ફિંગર ગાર્ડ પણ પહેરી શકો છો.

5. પતંગ ચઢાવવા માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરો. હંમેશા સુતરાઉ માંજાનો ઉપયોગ કરો. ચાઈનીઝ માંજાથી આંગળીઓ કપાઈ જવાનો ડર રહે છે.

6. હવાઈ અડ્ડા કે રેલવે લાઈનની પાસે રહો છો તો આ વિસ્તારમાં પતંગ ઉડાડવાનું ટાળવું. જેથી કોઈ અકસ્માત ન થાય.

7. હાઈ વોલ્ટેજની વીજળી લાઈનની પાસે પતંગ ચઢાવવા નહીં, પતંગના દોરામાં કરંટ આવી શકે છે.

8. જો તમારો પતંગ ક્યાંક અટકી જાય છે તો જોરથી ખેંચો નહીં. તેનાથી કોઈને નુકસાન થઈ શકે છે.  

  • Follow us on: