વડોદરા અકસ્માત આરોપી રક્ષિત ચૌરસિયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માગ કરી હતી. રક્ષિત અકસ્માત કરીને અનઅધર રાઉન્ડ બોલતો હતો. આરોપી શા માટે આવુ બોલ્યો તે અંગે પુછપરછ કરાશે. બોલવા પાછળનું કારણ જાણવા પણ પૂછપરછ કરાશે.
વડોદરાના કારેલીબાગમાં અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને 2 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ચાલાક રક્ષિત ટાઇમપાસ કરતો જોવા મળ્યો હતો. પબ્લિકે માર મારતા દુખાવાની ફરિયાદ કરતા તેને એસ.એસ.જી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં લાવવામાં આવ્યો હતો. એક દિવસના રિમાન્ડનો સમય પસાર કરવા આરોપી તુક્કા અપનાવતો જોવા મળ્યો હતો.













