વલસાડના કપરાડાથી અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. કુંભ ઘાટ પર લક્ઝરી બસે પલટી મારી હતી. મોડી રાતે સર્જાયેલી આ દુર્ઘટનામાં બસમાં સવાર 30 મુસાફરો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા, ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરા તરફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ પલટી ગઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. વલસાડના કપરાડામાં ખાનગી લક્ઝરી બસ પલટી જતા બસમાં સવાર 30 મુસાફરોને ઇજાઓ પહોંચી છે. બસ પલટી ગયા બાદ ડ્રાઇવર ફરાર થયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. કપરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં ગત મોડી રાતે ગમખ્વાર અકસ્માતની એક ઘટના બની હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકા નજીક વલસાડથી મહારાષ્ટ્રનાં નાસિક તરફ જતી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. મોડી રાતે આ ઘટના બનતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કુંભ ઘાટ પર લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં સવાર મુસાફરો પૈકી 30 થી વધુ ઘવાયા હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ અને સ્થાનિક લોકો ભેગા થયા હતા. ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી કપરાડા, ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક ખસેડાયા હતા. જો કે, સદનસીબે આ ગોઝારી દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે ઢોળાવવાળા આ રસ્તા પર અગાઉ પણ અનેક વખત અકસ્માત થઈ ચૂક્યા છે.