વલસાડ જિલ્લામાં કિશોરી સાથે નરાધમ શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. વલસાડમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી કિશોરી સાથે મિત્રતા કેળવી બાદમાં યુવકે લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં નરાધમ શખ્સોનો ત્રાસ હજુ પણ યથાવત છે. હમણા થોડા દિવસ પહેલા જ ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. હજુ તો આ ઘટનાની સહી સુકાઈ નથી ત્યાં વધુ એક વલસાડ ખાતે ટ્યુશનમાં ભણતા કિશોરે કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.













