જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરાયું છે. ત્યારે વાપીની આલોક કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીને પગલે વલસાડ જિલ્લા પોલીસને કાફલો કંપનીમાં પહોંચ્યો હતો. પોલીસે કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે એક શકમંદની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.
પોલીસનો કાફલો તાત્કાલિક કંપનીમાં પહોંચી ગયો













