રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઇએલર્ટ જાહેર કરાયું છે અને દરિયામાં 3 થી 3.5 મીટર ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. માછીમારોને દરિયો ખેડવાથી દૂર રહેવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના દરિયાકાંઠે એલર્ટ













