વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર જલારામ મંદિરમાં આવીને માફી માગી છે.
સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારબાદ વિવાદ વકરતા જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદીરમાં આવી માથુ ટેકવી માફી માગી લીઘી છે.












