• અધિકારીઓ પોતાની જાતને શું સમજે : યોગેશ પટેલ
  • અધિકારીઓ કોના ઇશારે આપે છે સૂચના : યોગેશ પટેલ
  • તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વોટર્સમાં વીજ કનેક્શન કાપ્યું : યોગેશ પટેલ

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જુનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કરી વિરોધ કર્યો હતો. એટલું જ નહીં અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી.

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સ્થાનિકોની પડખે

સમગ્ર ઘટનાની જાણ થતા ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા,તેમણે અધિકારીઓને ફોન પર ખખડાવ્યા પણ હતા અને કહ્યું કે કોને પૂછીને તમે પાણી અને વીજ કનેકશન કાપ્યા.અધિકારીઓ શહેરમાં શું અંધાધુંધી ફેલાવવા માંગે છે તેવા ધારાસભ્ય યોગેશ પટેલે કર્યા હતા વેધક સવાલો,મારુતિધામ અને પાર્થ ભૂમિ માં રીનોવેશન નહીં કરાવનાર ના મકાનો કર્યા હતા સિલ તો પછી અહીંયા વીજ કનેક્શન કાપ્યા કેમ.

સ્થાનિકોના મકાન પણ જર્જરીત

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનએ પોલીસ અને એમજીવીસીએલની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તે સમયે મહિલાઓ વિરોધ કરવા બહાર નીકળી હતી પરંતુ પોલીસે તમામ મહિલાઓને ઘરમાં પરત મોકલી દીધી હતી.તરસાલી તળાવ પાસે દીવાળીપુરા સ્લમ ક્લીયરન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલાં બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસીગ બોર્ડે નોટિસ આપી હતી. છતાં ખાલી કરતા નહિં હોવાથી તારીખ 15 મી જુનના રોજ કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચ્યા ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવા આવ્યા છે જેથી વિરોધ કર્યો હતો.

મકાનો 35 થી 40 વર્ષ જૂના

વડોદરા શહેરના તરસાલી દીવાળીપુરાના 312 મકાન 35 થી 40 વર્ષ પહેલાં ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા તેઓના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી અવારનવાર મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સ્થાનિક તે મકાનો ખાલી કરવામાં આવતા ન હતા. તાજેતરમાં રાજકોટની ઘટના બાદ હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના પ્રમાણે અનેક ઈમારતો સીલ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ જર્જરિત મકાનો તોડી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવતા દરેક જગ્યાએથી વિરોધ શરૂ થયો હતો.

  • Follow us on: