દાહોદ જિલ્લાના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર જ બિસમાર હાલતમાં જોવા મળ્યું. આરોગ્ય કેન્દ્ર જ ખરાબ સ્થિતિમાં હોવાના કારણે દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રની સ્થિતિમાં સુધાર કરવાની માંગ કરવામાં આવી.
આરોગ્ય કેન્દ્રમાં પાણી સપ્લાયની સમસ્યા
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય છે. પરંતુ દાહોદના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની જ સ્થિતિ દર્દીઓ જેવી છે. આરોગ્ય કેન્દ્રની સ્થિતિ ખરાબ હોવાથી દર્દીઓને સમયસર સારવાર મળતી નથી. આરોગ્ય કેન્દ્રમાં અરાજકતાને લીધે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને માત્રને માત્ર ધક્કા થઈ રહ્યા છે.
સંજેલીના આરોગ્ય કેન્દ્રમાં પાણીની સપ્લાયને લઈને અવાર-નવાર સમસ્યા સર્જાતી હોય છે. પાણીની સપ્લાયની સમસ્યા સર્જાતા દર્દીઓની ડાયાલિસિસની કામગીરી અટકી પડી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસની સારવાર લેતા દર્દીઓની હાલત દયનીય. ગંભીર હાલતના દર્દીઓને તાત્કાલિક સારવાર ના મળતા વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો દ્વારા માંદગીના બિછાને પડેલા આરોગ્ય કેન્દ્રનું સુચારૂં ઢબે સંચાલન કરવા માંગણી કરવામાં આવી છે.
ડાયાલિસિસના દર્દીઓમાં ભય
દર્દીઓ જણાવી રહ્યા છે કે ડાયાલિસિસની મશીનરી તેમજ સ્ટાફ સારો સપોર્ટ કરે છે. પરંતુ માત્ર પાણી ના આવવાની સમસ્યા સર્જાતા અમારે ડાયાલિસિસ ની સારવાર લેવામાં પડી રહી છે મુશ્કેલી તેમજ રાત મધરાતે તબિયત ખરાબ થાય છે અને પોતાને જીવનું જોખમ પણ હોય તેવો ભય દર્દીઓમાં જોવા મળી રહ્યો છે . કેટલાક દર્દીઓ ઓ બે વર્ષ કરતા પણ વધારે સમયથી સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ કરાવી રહ્યા છે.
કેટલાક દર્દીઓને અઠવાડિયામાં બે કે ત્રણ વખત ડાયાલીસીસની સારવાર લેવી પડે છે. પરંતુ સારવાર ના મળતા આવા દર્દીઓની સ્થિતિ વધુ દયનીય બને છે.એક અઠવાડિયા કરતા વધારે સમયથી પાણી સપ્લાય મોટરની સમસ્યાના કારણે બંધ થતા ડાયાલિસિસની કામગીરી અટવાઈ. સંજેલીના આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ ની કામગીરી બંધ થતા દર્દીઓએ ફરજીયાત અન્ય તાલુકામાં જવું પડે છે. ડાયાલિસિસના દર્દીઓ વહેલી તકે આવી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે.