પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.


આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 07334/07333 વટવા-હુબલી-વટવા સ્પેશિયલ ટ્રેન (કુલ 20 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 07334 વટવા-હુબલી સ્પેશિયલ 14 એપ્રિલ 2025 થી 16 જૂન 2025 સુધી દર સોમવારે વટવાથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:45 કલાકે હુબલી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 07333 હુબલી -વટવા સ્પેશિયલ 13 એપ્રિલ 2025 થી 15 જૂન 2025 સુધી દર રવિવારે હુબલી થી 19:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.45 કલાકે વટવા પહોંચશે.માર્ગમાં, બંને દિશાઓ માં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, સાંગલી, મિરજ, કુડાલ, રાયબાગ, ઘટપ્રભા, ગોકાક રોડ, બેલગામ, લોંડા, અલનાવર અને ધારવાડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આવતીકાલથી બુંકિંગ થશે શરૂ

ટ્રેન નંબર 07334 નું બુકિંગ 11 એપ્રિલ 2025 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • Follow us on: