ઈંગ્લેન્ડ સાથેની પાંચ મેચની T20 શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત કરવામાં આવી છે. T20 ટીમમાં ચાર મજબૂત ખેલાડીઓએ એકસાથે પ્રવેશ કર્યો છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરિઝ રમાઈ હતી. જેને વેસ્ટ ઈન્ડિઝે 2-1થી કબજે કરી લીધો હતો. શાઈ હોપ ODI શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાશે. જેને લઈને વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચાર મજબૂત ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ ટીમની જાહેરાત માત્ર પ્રથમ બે T20 મેચો માટે કરી છે.


4 ખેલાડીઓની વાપસી

ODI શ્રેણી બાદ હવે ચાહકો વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક T20 શ્રેણી જોવા જઈ રહ્યા છે. આ સિરીઝ 9 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ચાર મજબૂત ખેલાડીઓની વાપસી થઈ છે. જેમાં આન્દ્રે રસેલ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર અને અકીલ હુસૈનનો સમાવેશ થાય છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકા સાથે ટી-20 સિરીઝ રમી હતી, જેમાં આ ચાર ખેલાડીઓ ટીમનો ભાગ નહોતા. આ ચાર વિસ્ફોટક ખેલાડીઓની એન્ટ્રીથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વધુ મજબૂત જોવા જઈ રહી છે.

રોમન પોવેલ ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝની ટી-20 ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ સિવાય ફાસ્ટ બોલર અલઝારી જોસેફ પર પ્રથમ બે T20 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તેની જગ્યાએ મેથ્યુ ફોર્ડ રમતા જોવા મળશે.


વેસ્ટ ઈન્ડિઝની ટીમ

રોમન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, શાઈ હોપ, રોસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, એવિન લુઈસ, આન્દ્રે રસેલ, મેથ્યુ ફોર્ડે, શેરફેન રદરફોર્ડ, રોમારિયો શેફર્ડ, ટેરેન્સ હિન્ડ્સ, અકીલ હુસૈન, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોતી


  • Follow us on: