બનાસકાંઠામાં જંગલી પ્રાણીઓનો આતંકથી લોકો ત્રાહિમામ થયા. જંગલમાં રહેતા પ્રાણીઓ હવે ગામમા ઘૂસવા લાગ્યા છે. આ પ્રાણીઓ શિકારની શોધમાં ગામમાં આંટાફેરા કરી રહ્યા છે. અનેક વખત દીપડા અને સિંહ ગામમાં આંટાફેરા કરતા હોવાની ઘટના સામે આવી છે. મોટાભાગે ગીરની આસપાસના વિસ્તારમાં આ જંગલી પ્રાણીઓ બહાર માર્ગો પર અથવા ગામમાં જોવા મળ્યા છે. હાલમાં ફરી એક વખત દીપડાનો આતંક જોવા મળ્યો. બનાસકાંઠામાં દીપડાના હુમલામાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી.


ખેમરાજીયા ગામમાં દીપડાનો આતંક

રાજ્યમાં ગીરના જંગલમાં સિંહ જોવા પ્રવાસીઓને ધસારો રહેતો હોય છે. પરંતુ આ સિંહ મોડી રાત્રે જ્યારે ગીરની આસપાસના વિસ્તાર શિકારની શોધમાં નીકળે ત્યારે લોકો થથરી જાય છે તો ગાય જેવા નિર્દોષ પ્રાણીઓ તેમનો શિકાર થાય છે. તાજેતરમાં બનાસકાંઠામાં ખેમરાજીયા ગામે દીપડાના આતંકની ઘટના સામે આવી છે. અમીરગઢના ખેમરાજીયા ગામમાં મોડી રાત્રે દીપડા રમેશભાઈ નામના એક શખ્સના ઘરમાં ઘૂસ્યો. દીપડાએ રમેશભાઈ અને તેમની પત્ની પર હુમલો કર્યો. તેમના અવાજથી પડોશમાં રહેતા એક અન્ય શખ્સ તેમને બચાવવા ઘરમાં ગયા. ત્યારે દીપડાએ આ શખ્સ પર પણ હુમલો કર્યો. દરમિયાન ગામમાં દીપડો ઘૂસ્યો હોવાનું ગ્રામજનોને જાણ થતા લોકો ભેગા થઈ ગયા. લોકો આવતા જ ઘરમાં ઘુસી ગયેલ દીપડો ભાગી ગયો. 

દીપડાના હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત

ખેમરાજીયા ગામમાં દીપડાએ ત્રણ લોકો પર હુમલો કરતા લોકોએ વન વિભાગને આ ઘટનાની જાણ કરી. દરમિયાન ગ્રામજનોએ દીપડાના આતંકના ભોગ બનેલા ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલ ખસેડયા. ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામ ભીખીબેન ડુગાઈસા, રમેશભાઈ ડુંગાઈસા અને વાલાભાઈ ડામોર હોવાનું સામે આવ્યું. દીપડાએ હુમલો કરતા ભીખીબેન અને વાલાભાઈના માથે ગંભીર ઇજા થઈ હતી અને રમેશભાઈના ચહેરા નીચે દીપડાએ દાંતથી હુમલો કર્યો હતો.

દર્દીઓની હાલત સ્વસ્થ આપી રજા

પાલનપુર બનાસ મેડિકલ અને જનરલ હોસ્પિટલના ડોકટર સુનીલ જોશી સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું કે દીપડાના હુમલાના ભોગ બનેલા તમામ ત્રણેય દર્દીઓને સમયસર સારવાર આપવામાં આવી છે. અને દર્દીઓની હાલત સારી હોવાથી ત્રણેયને રજા આપી છે. આ ઉપરાંત ગત મોડી રાત્રે એક શખ્સ દાખલ થયો હતો જેને રીંછ કરડયું હતું. આ દર્દીને પણ સારવાર આપી તબિયત સ્વસ્થ હોવાથી રજા આપી દેવામાં આવી છે.

  • Follow us on: