• કામરેજના નનસાડ ગામે પત્નીએ કર્યો આપઘાત
  • પત્નીએ ફરવા અને જમવા લઈ જવાનું કહ્યું હતું
  • પતિએ ફરવા જવાની ના કહેતા પત્નીને માઠું લાગ્યું

સુરતમાં મેરેજ એનિવર્સરી પર ફરવા ન લઈ જતા પત્નીએ આપઘાત કર્યો છે. જેમાં કામરેજના નનસાડ ગામે પત્નીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમાં પત્નીએ ફરવા અને જમવા લઈ જવાનું કહ્યું હતું. જેમાં પતિએ ફરવા જવાની ના કહેતા પત્નીને માઠું લાગ્યું હતુ. માઠું લાગી આવતા અનાજમાં નાખવાની દવા મહિલાએ પીધી હતી.

દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે

સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. નજીવા કારણે લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડ ગામે આવેલી વ્રજનાદ સોસાયટીના વિભાગ-2માં ઘર નંબર 16માં નવનીતભાઈ કુંજબિહારી તિવારી જે મૂળ બિહાર રાજ્યના છે. તેઓના લગ્ન 11 વર્ષ અગાઉ નેહાકુમારી નામની યુવતી સાથે થયા હતા.

ઘટનાની જાણ થતા કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લામાં મેરેજ એનિવર્સરી પર પતિ-પત્નીને ફરવા ન લઈ જતા પત્નીએ આપઘાત કર્યો છે. કામરેજના નનસાડ ગામની આ ઘટના છે. પરપ્રાંતિય દંપતીની 11મી મેરેજ એનિવર્સરી પર પત્નીએ પતિને બહાર ફરવા,જમવા લઈ જવાનું કહ્યું હતું. જેમાં પતિએ ફરવા જવાનું ના કહેતા પત્નીને માઠું લાગી આવતા અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો છે. મૃતક પરિણીતાનું નામ નેહા કુમારી નવનીત કુમાર તિવારી (ઉ.27) છે. જેમાં કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવનીતની પત્ની નેહાકુમારીએ બહાર ફરવા-જમવા જવાની વાત કરી

નવનીતની પત્ની નેહાકુમારીએ બહાર ફરવા-જમવા જવાની વાત કરી હતી. જેને લઇને પતિ નવનીતએ છેલ્લા બે મહિનાથી એમ્રોડરી મશીન બંધ છે અને આપણે બન્ને લાંબી મુસાફરી કરીને થાકી ગયા છીએ તેવું કહી કામ પર નીકળી ગયા હતા. જે વાતનું માઠું લાગતાં 27 વર્ષીય નેહાકુમારીએ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. હાલ કામરેજ પોલીસે મૃતક પરિણીતાના પતિ નવનીત તિવારીની ફરિયાદ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: