ગીર સોમનાથના વેરાવળમાં જૂથ અથડામણમાં એક વ્યકિતનું મોત થયું છે,સુપારી ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ અથડામણ થઈ હતી જેમાં એક વ્યકિતનું મોત થયું છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,રૂપિયાની લેતી-દેતીમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસની ટીમ અત્યારે પણ ઘટના સ્થળે છે.
સુપારી ગામે 2 જૂથ વચ્ચે મોડી રાત્રે મારામારી
ગીર સોમનાથના વેરાવળમાં જૂથ અથડામણમાં એક વ્યકિતનું મોત થતા ગામમાં શોકની લાગણી પ્રવર્તી છે,પૈસાની લેતી-દેતીમાં કાર ઝૂંટવી મારામારી કરી હતી જેમાં એક વ્યકિતનું મોત થયું છે,અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે,પીઠના ભાગે છરીના ઘા વાગતા યુવક ત્યાંજ ઢળી પડયો હતો,તો સ્થાનિકોનું કહેવું છે કે લોકો હથિયાર સાથે બહાર નીકળી ગયા હતા અને બબાલ થઈ હતી,તો પોલીસે હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવી દીધો છે.
અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો
આ સમગ્ર ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો છે અને તેની સ્થિતિ સુધારા પર છે,તો પોલીસે આ ઘટનામાં કુલ 4 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને વધુ તપાસ હાથધરી છે,હાલ ગામમાં શાંતિનો માહોલ છે અને પોલીસ અન્ય લોકોના પણ નિવેદન લઈ રહી છે,મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,ત્યારે અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે તજવીજ હાથધરી છે,આ ઘટના બનતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે,આસપાસ જે સીસીટીવી છે તે ણપણ પોલીસે તપાસ માટે લીધા છે.