- ઊંધું ચાલવાથી માંસપેશીઓમાં આવશે ગતિ
- બેકવર્ડ વોકિંગ કે જોગિંગથી વધુ કેલેરી બર્ન થશે
- રિવર્સ વોકિંગ કેવી રીતે કરવું તે પણ મહત્ત્વનું
ફિટ અને એક્ટિવ રહેવા માટે વોકિંગને હંમેશાથી એક સારી કસરત માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વર્કઆઉટ ન કરે અને ફક્ત રોજ 15-20 મિનિટ વોક કરશે તો તેને માટે આ કારગર સાબિત થઈ શકે છે. પણ શું તમે પણ ક્યારેય રિવર્સ ડાયરેક્શનમાં વોકિંગ કર્યું છે. તમે તેના ફાયદા પણ ભાગ્યે જ જાણતા હશો.
રિવર્સ વોકિંગને લઈને સ્ટડીમાં થયો ખુલાસો
એક સ્ટડીના આધારે રિવર્સ ડાયરેક્શનમાં દોડવાથી કે ચાલવાથી સારી કાર્ડિયો એક્સરસાઈઝ થઈ જાય છે. તેની સાથે જ તે વજન ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોને ઘૂંટણમાં દર્દ રહે છે કે વાગ્યું છે તો રિવર્સ વોકિંગનો ઉપયોગ કરીને દર્દમાં રાહત મળી શકે છે. કેમકે આ રીતે ચાલવાથી તમારા ઘૂંટણ પર ઓછું દબાણ આવે છે. રિવર્સ કે બેકવર્ડ રનિંગથી ઘૂંટણના જૂના ઘામાં પણ આરામ મળે છે. ભલે તમે આ વાતને મજાક સમજો પણ જર્નલ ઓફ ફિઝિકલ થેરાપી સાયન્સમાં પ્રકાશિત રિપોર્ટના અનુસાર રિવર્સ વોકિંગથી સંતુલનમાં સુધારો આવે છે.
પગને બનાવે છે મજબૂત
સામાન્ય રીતે તમે આગળ ચાલો છો તો તેનાથી પગના પાછળના ભાગમાં રહેલી માંસપેશીઓનો ઉપયોગ થતો નથી. જ્યારે તમે રિવર્સ વોકિંગ કરો છો તો તે માંસપેશીઓમાં ગતિ લાવે છે અને તમારા પગ મજબૂત બને છે. આ સિવાય કમરદર્દથી પણ છૂટકારો મેળવવો છે તો તમે રોજ ઓછામાં ઓછું 15 મિનિટ રિવર્સ વોકિંગ કરો.
કેલેરી બર્ન કરવામાં મદદરૂપ
બેકવર્ડ જોગિંગ કે વોકિંગ કરવાથી તમે સામાન્ય રીતે ચાલવાથી જેટલી કેલેરી બર્ન કરો છો તેનાથી વધારે કેલેરી બર્ન કરશો. તેનાથી વેટલોસમાં મદદ મળી રહેશે.
માનસિક સ્વાસ્થ્ય રહે છે સારું
ઊંઘું ચાલવાથી ફક્ત શારીરિક નહીં પણ માનસિક રીતે પણ તમને રાહત મળે છે. જ્યારે તમે ઊંઘું ચાલો છો તો તમે શરીરને સુડોળ રાખવામાં ચેલેન્જ મેળવી શકો છો. આ સ્થિતિમાં તમારું મન સંભાળીને ચાલે છે. તમે એન્ઝાઈટીમાં રાહત મળવાની સાથે અનેક લાભ મળે છે.
કોણે ન કરવું જોઈએ રિવર્સ વોકિંગ
ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, સ્ટ્રોકના રોગીઓએ આ કામ કરવું નહીં. જો તમે તેમ કરવા ઈચ્છો છો તો તમારે ડોક્ટરની સલાહ અનુસાર કામ કરવું.
શું સાવધાની રાખવી જરૂરી
- જો તમે ટ્રેડમિલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે ધીમી ગતિથી શરૂઆત કરો.
- તમે ઘરમાં રિવર્સ વોકિંગ કરી રહ્યા છો તો જગ્યાનું ખાસ ધ્યાન રાખો જેથી તમે કશે અથડાઓ નહીં.
- એડીઓને સુરક્ષિત રાખવા માટે રિવર્સ વોકિંગ પહેલા શૂઝ પહેરવા જરૂરી છે.
- જો તમે રસ્તા પર ક્યાંક આ કામ કરો છો તો વ્યક્તિ, જાનવર કે ખાડાનું ધ્યાન રાખવું જરૂરી બને છે.