- ઊંઘવાના સમયમાં ફેરફાર લાવવો જરૂરી
- સવારે ઊઠીને નયણાકોટે પીઓ પાણી
- હાઈજિન અને ડાયટનું રાખો ધ્યાન
હેલ્ધી રહેવા માટે જરૂરી છે કે તમારી લાઈફસ્ટાઈલ સારી હોય, મોટાભાગે લોકો એ વાતથી પરેશાન રહેતા હોય છે કે તેમની લાઈફસ્ટાઈલ ખરાબ છે. તેના કારણે તેમને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. આ માટે જરૂરી છે કે ફિટનેસ, ઈટિંગ હેબિટ અને લાઈફસ્ટાઈલની સાથેની આદતોને સુધારવામાં આવે. જો તમે અંદરથી ફિટ છો તો તમે હેલ્ધી હેબિટ્સને ફોલો કરી શકો છો. તમે કોઈ પણ બીમારીની ઝપેટમાં આવશો નહીં. તમે હેલ્ધી રહેવા માટે આ આદતોને અપનાવી લો તે જરૂરી છે.
ઊંઘવાના સમયમાં ફેરફાર લાવવો જરૂરી
ભાગદોડ ભરી લાઈફના કારણે અનેક લોકોની સ્લીપ સાઈકલ ખરાબ થઈ છે. મોડેથી સૂવું એ અનેક લોકોની આદત બની છે. તેની અસર હેલ્થ પર પણ થાય છે. હેલ્ધી બોડી માટે સારી ઊંઘ જરૂરી છે. આ માટે રોજ 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
સવારે ઊઠ્યા બાદ પાણી પીઓ
સવારે ઊઠીને 2-3 ગ્લાસ પાણી અચૂક પીઓ. પાણીને બદલે મોટાભાગે લોકો ઉઠતામાં કોફી, ચા કે અન્ય ડ્રિંક્સની પસંદગી કરે છે. બોડીને હાઈડ્રેટ રાખવા માટે તે જરૂરી છે. સવારે ખાલી પેટે પાણી પીઓ તે આવશ્યક છે.
હાઈજિનનું રાખો ધ્યાન
કોરોના બાદ લાઈફમાં હાઈજિનનો રોલ વધી ગયો છે. હાઈજીનમાં ફક્ત ઘરની જ સાફ સફાઈ સામેલ નથી પણ અનેકવાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. હેન્ડ વોશ કરીને જમવા સિવાય તમે પર્સનલ હાઈજિનનું ધ્યાન રાખો તે પણ જરૂરી છે.
ડાયટમાં કરો સુધાર
ફક્ત બાળકો નહીં પણ મોટાઓને પણ બહારનું ખાવાનું ખૂબ પસંદ હોય છે. આ કારણે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. જીવનશૈલીમાં ડાયટને લઈને ફેરફાર કરો. ઓઈલી, ફ્રાઈડ અને સ્પાઈસી ફૂડને અવોઈડ કરો. આ સિવાય તમે ફળ અને શાકને પણ ડાયટનો ભાગ બનાવી શકો છો.
મેડિટેશન
આજની બીઝી લાઈફમાં કોઈ પણ વ્યક્તિની પાસે પોતાના માટે સમય હોતો નથી. દરેક વ્યક્તિ સતત સ્ટ્રેસ અને ટેન્શનમાં રહે છે. મનને શાંત રાખવા માટે જ્યારે પણ સમય મળે તમારે મેડિટેશનની પ્રેક્ટિસ કરવી જોઈએ.