- શ્વાસ સંબંધી બીમારીમાં કરશે નુકસાન
- આંખ, સ્કીન માટે પણ બનશે મુશ્કેલીરૂપ
- અસ્થમા અને હાર્ટના પેશન્ટે ઓછો કરવો ઉપયોગ
શિયાળામાં શરીરને ઠંડીથી બચાવવા માટે લોકો અનેક ઉપાયો કરે છે. શિયાળો આવતા જ લોકો ગરમ પાણીથી નહાવાનું શરૂ કરી દે છે. કેટલાક લોકો ખાન પાનમાં ફેરફાર કરીને શરીરને ગરમી મળી રહે તે માટેના પ્રયાસ કરતા રહે છે. આ સિવાય અનેક લોકો એવા હોય છે જે શિયાળાની શરૂઆત સાથે જ ઘરમાં હીટરનો ઉપયોગ કરે છે. કેટલાક સમયથી ઠંડીના કારણે રૂમ હીટરનું ચલણ વધી રહ્યું છે. લોકો ઠંડીથી બચવામાં હેલ્થને અજાણતા નુકસાન કરી લેતા હોય છે. તો જાણો તમારે કઈ ભૂલ ટાળવી જોઈએ.
શ્વાસ સંબંધી બીમારીનું કારણ બની શકે
ઠંડીની સીઝનમાં ઘરમાં ઉપયોગમાં લેવાતું હીટર તમારી આસપાસના વાતાવરણને પ્રભાવિત કરે છે. હીટર ન તો હવામાં ભેજને ઘટાડે છે પણ સાથે તેનો ઉપયોગ અનેક હાનિકારક ગેસ પણ છોડે છે, જેનાથી હેલ્થને નુકસાન થાય છે. એવામાં હીટર અનેક સમસ્યાને જન્મ આપે છે. આ સિવાય અસ્થમાના દર્દીએ પણ તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો.
આંખને થાય છે નુકસાન
શરીરમાં અનેક સંવેદનશીલ અંગ હોય છે. તેમાં આંખનું કામ મહત્ત્વનું છે. તેની ખાસ દેખરેખ પણ જરૂરી છે. શિયાળામાં હીટરનો ઉપયોગ આંખને માટે નુકસાનદાયી પણ સાબિત થઈ શકે છે. આ માટે તેમાં ભેજ જળવાઈ રહે તે જરૂરી છે. પણ તેની હવાથી આંખ સૂકાય છે. આ સિવાય તેનાથી સંક્રમણની શક્યતા પણ વધી જાય છે.
સ્કીન માટે હાનિકારક
વધારે સમય સુધી હીટર ચલાવવાના કારણે તમારી આસપાસની હવામાં ભેજ ખતમ થઈ જાય છે. હવામાં શુષ્કતા આવવાથી સ્કીન પર તેની ખરાબ અસર જોવા મળે છે. સૂકા વાતાવરણના કારણે સ્કીનનો ભેજ ખોવાઈ જાય છે અને સ્કીન સૂકાય છે. એટલું નહીં શુષ્કતાના કારણે સ્કીન ફાટવી અને તેમાં ઈન્ફેક્શનનો ખતરો પણ વધે છે.
દુર્ઘટનાનું કારણ બની શકે છે હીટર
લાંબા સમય સુધી હીટર ચાલુ રાખવાના કારણે તેનો બહારનો ભાગ ગરમ થઈ જાય છે. આ સિવાય દાઝી જવાનો ભય રહે છે. આ સિવાય નોન મેટેલિક કેસમાં આવનારા હીટર વધારે ગરમ થાય તો આસપાસની ચીજો કપડા અને પ્લાસ્ટિકને પણ બાળી શકે છે.
જાણો કોણે ન કરવો જોઈએ હીટરનો ઉપયોગ
જો તમે અસ્થમા કે શ્વાસ સંબંધી કોઈ પણ બીમારીથી પીડાઈ રહ્યા છો તો તમે હીટરનો ઉપયોગ કરવાનું ટાળો. તમે સામાન્ય હીટરને બદલે ઓઈલ હીટરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી હવામાં ભેજ જળવાઈ રહે છે. સાથે જો સાઈનસ કે બ્રોન્કાઈટિસની સમસ્યા છે તો હીટરનો ઉપયોગ ટાળો. આ સિવાય બાળકો અને વૃદ્ધોએ તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
આ બાબતોને ધ્યાનમાં રાખીને કરો હીટરનો ઉપયોગ
- જો તમે હીટર ખરીદી રહ્યા છો તો કોશિશ કરો કે તમે ઓઈલ હીટરની ખરીદી કરો. આ રીતના હીટર હવાને શુષ્ક નહીં થવા દે.
- હંમેશા ધ્યાન રાખો કે આખી રાત હીટર ન ચલાવો. તમે સૂવાના 1-2 કલાક પહેલા તેને ચાલુ કરો અને રૂમને ગરમ કરી લો. સૂતા પહેલા તેને યાદથી બંધ કરો.
- જ્યારે પણ હીટર ચલાવો તો તેની આસપાસ એક વાસણ કે વાટકીમાં પાણી ભરીને રાખો. તેનાથી હવામાં ભેજ રહેશે અને સ્કીન શુષ્ક નહીં થાય.
- હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારી સ્કીનને સારી રીતે મોઈશ્ચરાઈઝ કરો જેથી તે સૂકાય નહીં. સાથે આંખની સમસ્યા થાય તો ડોક્ટરની મુલાકાત લો.
- અસ્થમા કે હાર્ટ સંબંધી સમસ્યાઓ સામે લડી રહેલી વ્યક્તિઓ ઓછામાં ઓછો હીટરનો ઉપયોગ કરે તે જરૂરી છે.